-
ભરૂચ નગર સેવા સદનના વહીવટ પર સવાલ
-
10 વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અધૂરી
-
માત્ર 40 ટકા જ કામગીરી થઈ શકી
-
ગંદકી અને સ્વરછતાનો અભાવ
-
એસટીપી પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન
ભરૂચ: એક દાયકાથી અધૂરી ભૂગર્ભ ગટર યોજનાથી વહીવટ પર અનેક સવાલ, STP પ્લાન્ટ પણ શોભાના ગાંઠીયા સમાન
ભરૂચ દસ વર્ષ બાદ પણ અધૂરી ભૂગર્ભ ગટર યોજનાના કારણે વહીવટ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.કરોડોના STP પ્લાન્ટથી આવક નહીં પરંતુ નગરપાલિકા પર ભારણ વધે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સમાચાર
ભરૂચ દસ વર્ષ બાદ પણ અધૂરી ભૂગર્ભ ગટર યોજનાના કારણે વહીવટ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.કરોડોના STP પ્લાન્ટથી આવક નહીં પરંતુ નગરપાલિકા પર ભારણ વધે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે
ભરૂચ શહેરમાં વર્ષ 2013-14 દરમિયાન ભારે ધામધૂમથી શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના દસ વર્ષ બાદ પણ માત્ર 40 ટકા સુધી જ પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના વિકાસ અને સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે યોજના હજુ અધૂરી રહેતા નાગરિકોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે.GUDC એટલે કે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ભરૂચ ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના ઘડાઈ હતી. પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી ઉદ્યોગોને વેચી નગરપાલિકાને કરોડોની આવક થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કંપનીએ MOU ન કરતા સમગ્ર યોજના પર પાણી ફરી વળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વર્ષ 2024માં પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત મળશે તેવા દાવા કરાયા હતા પરંતુ હાલ સ્થિતિ એવી છે કે, કોઈ ઉદ્યોગો દ્વારા પાણી ખરીદવામાં રસ ન દાખવાતા લાખો લિટર પાણી ટ્રીટમેન્ટ વગર જ સીધું નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.બીજી તરફ વર્ષ 2028માં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થવાની છે ત્યારબાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો મોટો ખર્ચ સીધો નગરપાલિકાના માથે આવવાની શક્યતા છે. દેવા મુક્ત થવાના સપના જોતી ભરૂચ નગરપાલિકા હવે આ પ્રોજેક્ટના કારણે વધુ આર્થિક ભારણમાં ફસાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
