ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 15માં નાણાંપંચમનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ રૂ. 18 લાખના વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ 15માં નાણાપંચ અને મનરેગા કન્વર્ઝન અંતગર્ત નેત્રંગ-થવા પ્રાથમિક શાળા ખાતે રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત ઓરડાનું અને કોડવાવ ખાતે રૂ. 8 લાખના ખર્ચે નવનિર્મિત નંદ ઘર-આંગણવાડી કેન્દ્રનું પણ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નેત્રંગ તાલુકા વાસીઓમાં આનંદ છવાયો હતો. સમગ્ર લોકાર્પણ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવાઉપપ્રમુખ નિતેશ પરમારતાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલનેત્રંગ તાલુકાના સરપંચોનેત્રંગ તાલુકાના આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા અને મનરેગા શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.