-
ભરૂચમાં વિરોધ પ્રદર્શન
-
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિરોધ
-
પશ્ચિમ બંગાળમાં થઇ રહેલ હિંસાનો વિરોધ
-
ધરણા પ્રદર્શન કરાયુ
-
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
ભરૂચ: પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલ અત્યાચારનો VHP દ્વારા વિરોધ, સુરક્ષા આપવા કરાય માંગ
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઇ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહીત હિન્દૂ સંગઠનોએ કલેકટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઇ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહીત હિન્દૂ સંગઠનોએ કલેકટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી હિન્દૂ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, હિન્દૂ અગ્રણી અજય મિશ્રા, બિપિન સોલંકી અને સ્વામી મુક્તાનંદ સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દૂ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિંદુઓને સુરક્ષા આપવા સાથે કસુરવારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે.
પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા હિન્દૂ લોકોને જ નિશાન બનાવતા હોવાની રજુઆત કરાઈ હતી.
