સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ભાજપના ઇશારે દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા શહેરના કસક વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકારા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભાજપ કાર્યાલય બહાર હાજર પોલીસ કાફલાએ એક બાદ એક વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170