અંકલેશ્વર : વાવાઝોડા સાથે ખાબકેલા માવઠામાં તૂટી પડેલ ખેતી વાડીની વીજ લાઈનો હજી પણ બંધ..!

વીજ પોલ અને તૂટી ગયેલા વીજ વાયરોનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગણી

New Update
અંકલેશ્વર : વાવાઝોડા સાથે ખાબકેલા માવઠામાં તૂટી પડેલ ખેતી વાડીની વીજ લાઈનો હજી પણ બંધ..!

ગત તા. 13 મેના રોજ ભરૂચ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આંધી-તુફાન વચ્ચે ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. વાવાઝોડા વચ્ચે અંકલેશ્વર પંથકના બોરભાઠા બેટ ગામ સહિતના ગામોમાં ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન થયું હતું. આ સાથે વીજ વાયરો અને વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા.

રહેણાંક અને ઔદ્યોગિક વસાહતમાં વીજ કંપની દ્વારા તાત્કાલિક 24 કલાકમાં જ વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો. જોકે, અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામમાં વાવાઝોડા વચ્ચે તૂટી પડેલ વીજ વાયરો અને વીજ પોલ ઊભા નહીં કરવામાં આવતા ખેડૂતોએ વારંવાર વીજ કંપનીમાં વીજ પુરવઠો નિયમિત કાર્યરત કરવા માટે રજૂઆત કરી હતી.

હાલમાં ભારે આકરી ગરમી વચ્ચે પણ વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા માંડ પૂરની પરિસ્થિતીમાંથી ઊભા થયેલ ખેડૂતોની શાકભાજી સહિત કેળાંના પાક બળી જવાની ભીતિ સેવાઇ રહી છે, ત્યારે વીજ કંપની દ્વારા વહેલી તકે પડી ગયેલા વીજ પોલ અને તૂટી ગયેલા વીજ વાયરોનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

Latest Stories