ભરૂચ : 3 સંતાનોના પિતા એવા વિધર્મી યુવકે 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે કરી ધરપકડ…

ભરૂચમાં સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં 3 સંતાનોના પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની વિધર્મી યુવકે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

New Update
ભરૂચ : 3 સંતાનોના પિતા એવા વિધર્મી યુવકે 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે કરી ધરપકડ…

ભરૂચમાં સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં 3 સંતાનોના પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની વિધર્મી યુવકે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સાથે જ હિન્દુ યુવતીઓને નિશાન બનાવી તેઓ પાસેથી મોટી રકમ વસૂલી હોવાનો ભાંડો ફૂટતા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં હિન્દુ યુવતીને વિધર્મી યુવકે મેહુલ કનુ પટેલ તરીકે ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મના પ્રકરણની ફરિયાદ નોંધાય હતી. અને આજ સિરાજ રુસ્તમ પટેલે ભરૂચ તાલુકાના એક ગામની મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને પણ ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી દુષ્કર્મ ગુજારવા સાથે રૂ. 67 હજાર પડાવ્યા હોવાની વધુ એક ઘટના સામે આવતા ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ભરૂચના એક ગામમાં 3 સંતાનના પિતા એવા વિધર્મી યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ બાદ આજ નરાધમે ઇન્સ્ટાગ્રામ પર આદિવાસી સમાજના યુવાન તરીકે ગૌતમ વસાવાની આઈડી બનાવી આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારી તેના ફોટા પાડી રૂ. 67 હજારની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ પણ ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય હોવાની માહિતી સામે આવી હતી, ત્યારે હાલ તો પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories