Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુપર વુમન્સ એવોર્ડ-સ્કોલરશીપનું વિતરણ કરાયું...

સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું

ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુપર વુમન્સ એવોર્ડ-સ્કોલરશીપનું વિતરણ કરાયું...
X

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે, ત્યારે એક માનવ જ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ-ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ 7X કોમ્પ્લેક્સમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના મુખ્ય કાર્યલય ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભી તમાકુવાલા, નગરસેવક હેમાલી રાણા, હેમુ પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરનાર મહિલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી તેઓ તેમના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયાને શિક્ષણ માટે 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો,

સાથે શૂટિંગ શૂટર ખુશી ચુડાસમા, ચેસમાં આગળ દેવસ્યા પટેલ, કુસ્તીમાં આગળ પાયલ વણઝારા અને ફૂટબોલમાં આગળ શૈલા બારીયા, ટાઈક વોન્ડોમાં અલીસા મોલવી આગળ, સાયકલિંગમાં કમલા રાવ આગળ, ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી અને રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંગ તથા યંગેસ્ટ ન્યુઝ એન્કર તરીકે જહાનવી મકવાણા, માઉન્ટેનિંગમાં આગળ સીમા ભગત, જ્યારે ક્રિકેટમાં આગળ કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બઈજી રાઠોડ તથા એથલ્ટીકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ ચેરમેન જીજ્ઞાશા ગોસ્વામી માનેએ કર્યું હતું.

Next Story