Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ

X

ભરૂચના ભોલાવમાં યોજાયો કાર્યક્રમ

મીઠા પાણીની યોજનાનો પ્રારંભ

યોજનાનું કરવામાં આવ્યું લોકાર્પણ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અનેક સોસાયટીના રહીશોને મળશે લાભ

ભરૂચના ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણકુંજ સોસાયટી થી માધવનગર સોસાયટીને જોડતા અડધા લાખના ખર્ચે બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહુર્ત ભરૃચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમન ધર્મેશ મિસ્ત્રીસહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story