/connect-gujarat/media/post_banners/5d0edec1f69c057ecf87a8ce323ee4952fbb5f0ea48335954dc567da0601c024.jpg)
આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આગામી તા. 9થી 17 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લામાં થનાર ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમ્યાન ભરૂચ જિલ્લાની તમામ 545 ગ્રામ પંચાયતો સહિત નગરપાલિકા દ્વારા “મેરી માટી-મેરા દેશ” અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત ગ્રામસભા, શીલા ફ્લકમ, વસુધા વંદન, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીર વંદના સહિતના કાર્યક્રમોના આયોજન ગ્રામ પંચાયતથી તાલુકા કક્ષાએ યોજાશે. જે અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માહિતી આપી તમામને આ કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.