ભરૂચ: S.P.મયુર ચાવડાએ બદલીનો ગંજીપો ચીપ્યો,18 પોલીસ ઈન્સ્પેકટરની બદલી

New Update
ભરૂચ: S.P.મયુર ચાવડાએ બદલીનો ગંજીપો ચીપ્યો,18 પોલીસ ઈન્સ્પેકટરની બદલી

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લા પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ચાર્જ લીધાના 4 મહિના બાદ જિલ્લા પોલીસ વડાએ જીલ્લામાં 18 પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલીના ઓર્ડર કર્યા છે જેમાં મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.ઉત્સવ બારોટની એલ.આઈ.બી.માં બદલી કરવામાં આવી છે અને તેમનો ચાર્જ સિનિયર પી.એસ.આઈ.ને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લીધેલા નિર્ણયના કારણે પોલીસ બેડામાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

વાંચો કયા પોલીસ ઈન્સ્પેકટરની ક્યાં બદલી થઈ





Latest Stories