Connect Gujarat
ભરૂચ

નર્મદા એકતાનગર ટેન્ટસીટી ખાતે દેશના કાયદા મંત્રીઓ-સચિવોની યોજાયેલી અખિલ ભારતીય પરિષદનું સમાપન

X

નર્મદા એકતાનગર-ટેન્ટસીટી નં-૨ ખાતે યોજાઈ હતી પરિષદ

કાયદો-ન્યાયતંત્ર બાબતોના મંત્રીઓ અને સચિવોએ ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય ન્યાયપ્રણાલી, નવા કાયદા-સુધારાઓ સંદર્ભે વિચાર-મંથન કરાયું

નર્મદા એકતાનાગર ટેન્ટસિટિ ખાતે યોજાયેલ અખિલ ભારતીય પરિષદમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામંત્રીશ્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર-ટેન્ટસીટી નં-૨ ખાતે યોજાઈ હતી. જેમાં દેશના વિવિધ રાજ્યોના કાયદો અને ન્યાયતંત્ર બાબતોના મંત્રીઓ અને સચિવોએ ઉપસ્થિત રહી ભારતીય ન્યાયપ્રણાલી સાથે નવા કાયદા-સુધારાઓ સંદર્ભે વિચાર-મંથન કરી આગામી સમયમાં તેના ઉપર કેવી રીતે કાર્ય કરી શકાય તે અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે, અનેક મુદ્દાઓ રાજ્ય સરકારો પાસેથી પણ સાંભળ્યા છે. અમારું સૌથી મહત્વનું લક્ષ્ય છે કે, આમ જનતાને ન્યાય ઝડપથી કેવી રીતે આપી શકાય અને તેની સાથે કોર્ટ કચેરીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે કોર્ટરૂમ, જજીસ રૂમ, કોર્ટ હોલ, જજીસ માટેની અન્ય સુવિધાઓ, કોર્ટ સંકુલમાં એટવોકેટ્સ માટે અને નાગરિકો માટેની સુવિધાઓ વિશે પણ ચર્ચાઓ થઈ હતી..


Next Story