ભરૂચ જિલ્લામાં “બિપરજોય” વાવાઝોડાને પહોંચી વળવા નગરપાલિકાના ફાયર ફાઈટરો સજ્જ…

ભરૂચ જિલ્લામાં “બિપરજોય” વાવાઝોડાને પહોંચી વળવા નગરપાલિકાના ફાયર ફાઈટરો સજ્જ…
New Update

બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા ફાયર ફાઈટરો સજ્જ

પાલિકાના ફાયર ઓફિસરે ફાયર ફાઈટરોને માર્ગદર્શન આપ્યું

આકસ્મિક ઘટનામાં સાધનોના ઉપયોગ અંગે આપ્યું માર્ગદર્શન

સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યભરનું વહીવટી તંત્ર સાબદું થયું છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઇટરો પણ સજ્જ થયા છે. જેમાં કોઈપણ આકસ્મિક ઘટનામાં ફાયર ફાઈટરોએ અદ્ધતન સાધનો કયા સમયે કેવી રીતે વાપરવા, અસરગ્રસતોને કેવી રીતે બચાવી શકાય, લોકોનું કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય, અકસ્માત સર્જાયો હોય તો વાહનમાં ફસાયેલા લોકોને બહાર કેવી રીતે કાઢી શકાય તેમજ વાવાઝોડામાં વૃક્ષ ધરાશાયી થયું હોય તો તેને તાત્કાલિક કેવી રીતે દૂર કરી શકાય સહિતના વિવિધ મુદ્દે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના ફાયર સુપ્રિટેન્ડેન્ટ ચિરાગદાન ગઢવીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


#Gujarat #ConnectGujarat #Bharuch District #Biparjoy
Here are a few more articles:
Read the Next Article