Connect Gujarat
ભરૂચ

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા દિવ્યાંગોને સ્વાવલંબી બનાવવાનો નમ્ર પ્રયાસ કરાયો

સાગબારા,ડેડીયાપાડા અને રાજપીપળા તાલુકાના 522 જેટલા દિવ્યાંગોનો સર્વે કરી તેમાંથી આજરોજ કુલ 175 જેટલા દિવ્યાંગોને જરૂરી કીટ વિતરણ કરાઇ

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા દિવ્યાંગોને સ્વાવલંબી બનાવવાનો નમ્ર પ્રયાસ કરાયો
X

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા અંધજન મંડળ અમદાવાદના સહયોગથી પદ્મનાભ મફતલાલ ગ્રુપના સૌજન્યથી નર્મદા જિલ્લાના સાગબારા,ડેડીયાપાડા અને રાજપીપળા તાલુકાના દિવ્યાંગોનો સર્વે કરી તારીખ 10 /01 /2024 ના રોજ યોગ્ય જરૂરિયાત મંદ દિવ્યાંગોને સ્વરોજગાર માટેની વિવિધ મદદ કરવામાં આવી હતી. આ ત્રણેય તાલુકામાંથી કુલ 522 જેટલા દિવ્યાંગોનો સર્વે કરી તેમાંથી આજરોજ કુલ 175 જેટલા દિવ્યાંગોને હાથલારી, બ્યુટી પાર્લર કીટ , સુથારી કામ માટેની કીટ, ખેતી કામ માટેની કીટ , સિલાઈ મશીન ,પ્રોવિસન કીટ અને ઇલેક્ટ્રિક કીટ વગેરે સાધનો આપી સ્વાવલંબી બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.

આ પ્રસંગે નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા ના પ્રમુખ અને જાણીતા સામાજિક કાર્યકર પૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિયા,સેક્રેટરી પ્રદીપ પટેલ અંધજન મંડળ અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિની બેન રાવલ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર બિમલબેન થવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદના એડવોકેટ મેનેજર કિન્નરીબેન દેસાઈની આગેવાનીમાં રોજગાર ટિમએ પ્રત્યેક દિવ્યાંગ વ્યક્તિની જરૂરિયાત અનુસાર રોજગાર લક્ષી કીટ આપવા માટે કાર્યવાહી કરી હતી.

વિતરણ ડેડીયાપાડા તાલુકાના મિશનરી ચેરમેન ફાધર કમલેશ તેમજ પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાની સહાયથી સંપન્ન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન કરતા અંધજન મંડળ અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિની બેનને જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં દિવ્યાંગો માટે કાર્ય કરવાની તાતી જરૂરિયાત હોવાથી અંધજન મંડળ અમદાવાદ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા શાખા આ વિસ્તારમાં હવે વધુ થી વધુ કામ કરશે અને ટૂંક સમયમાં રાજપીપળા ખાતે ડે કેર સેન્ટર શરૂ કરવાનું વિચારવામાં આવશે.

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચના પ્રમુખ ખુમાનસિંહજી વાંસિયાએ જણાવ્યું હતું કે તારીખ 27/1/2024 થી 2/2/2024 દરમિયાન ભરૂચ ખાતે શ્રીમદ ભાગવત કથાનનું આયોજન કરવામાં આવેલ છે એન .એ .બી ભરૂચ જિલ્લા શાખા પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ ગ્લાસીસ આપવા ઉપરાંત તમામ દિવ્યાંગો માટે સેવાઓ શરૂ કરવા માટે ભંડોળ એકત્રિત કરી ટૂંક સમયમાં કાયમી સેવા કેન્દ્ર શરૂ કરશે જે માટે જમીન મેળવવાની તજવીજ ચાલુ છે. ઉપસ્થિત દિવ્યાંગોએ હર્ષથી વાતને વધાવી લીધી હતી. બાકીના દિવ્યાંગોને પણ ભંડોળ ઉપલબ્ધ થતા જરૂરી સહાય કરવામાં આવશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલબેન થવાની એ જણાવ્યું હતું.

Next Story