ભરૂચ : હવે, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ રિસાયકલિંગ થશે, સેવાયજ્ઞ સમિતિ ખાતે રિસાયક્લિંગ ડ્રાઇવ પ્રોજેક્ટનું ઉદઘાટન કરાયું...

સેવાયજ્ઞ સમિતિ ખાતે સુનેહરી મિટ્ટી, ABITA અને ભરૂચ નગર પાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયક્લિંગ ડ્રાઇવ એમ 2 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

New Update
ભરૂચ : હવે, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ રિસાયકલિંગ થશે, સેવાયજ્ઞ સમિતિ ખાતે રિસાયક્લિંગ ડ્રાઇવ પ્રોજેક્ટનું ઉદઘાટન કરાયું...

સેવાની સુવાસ પ્રસરાવતી ભરૂચની સેવાયજ્ઞ સમિતિ

મેગા ડોનેશન-રિસાયક્લિંગ ડ્રાઇવ પ્રોજેક્ટ હાથ ધરાયા

પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓને રિસાયકલિંગ કરાશે

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બન્ને પ્રોજેકટનું ઉદ્ઘાટન

સેવાયજ્ઞ સમિતિના સંચાલકે સંસ્થાનો આભાર માન્યો

ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયક્લિંગ ડ્રાઇવ પ્રોજેક્ટનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બેસહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસરાવતી સેવાયજ્ઞ સમિતિ ખાતે સુનેહરી મિટ્ટી, ABITA અને ભરૂચ નગર પાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયક્લિંગ ડ્રાઇવ એમ 2 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થઈ આવા પ્રોજેક્ટ કરી રહી હોવાથી ખુશી હોવાનું જણાવી તમામના કાર્યોને બિરદાવી સહકારની ખાતરી આપી હતી.

આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટે તેઓને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિત તમામ સહયોગી સંસ્થાઓના કાર્યોને બિરદાવ્યા હતા. રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજવસ્તુઓને રિસાયકલિંગ કરાશે. આ માટે નગરપાલિકા, આર.સી.સી. ABITનો સહકાર સાંપડ્યો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, રોટરી ક્લબના પ્રમુખ રીઝવાના જમીનદાર, RCC પ્રમુખ શૈલેષ દવે સહિત અન્ય સંસ્થાઓના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories