ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો...

સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

New Update
ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો...

પશ્વિમ વિસ્તારની મહેદવિયા વિદ્યાભવન ખાતે આયોજન

સૈયદ કાદરી મેડિકલ - વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

મહેદવિયા વિદ્યાભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવાની સારવાર

નિષ્ણાંત તબીબોએ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડી

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ રશીદ કાદરી તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Latest Stories