ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય ખાતે વુક્ષારોપણ ક્રાર્યક્રમ યોજાયો

રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80થી વધુ જાતના જુદા જુદા લગભગ 20 હજારથી વધુ વુક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે.

New Update

આજરોજ તા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વર સ્થિત રેવા અરણ્ય-બોરભાઠા ખાતે વુક્ષારોપણના ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80થી વધુ જાતના જુદા જુદા લગભગ 20 હજારથી વધુ વુક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે. આ વર્ષે લગભગ 3થી 4 હજાર રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક છે. બાળકો તથા અન્ય મુલાકાતીઓને QR-Codeથી વુક્ષો વિષે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR-Code રેવા અરણ્ય ખાતે લગાડવામાં આવ્યા છે. જેની શુભ શરૂઆત આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી. તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલ્વે કોલોની ખાતે 1500થી વધુ વુક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે

ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય-બોરભાઠા ખાતે વુક્ષારોપણના ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરનાર સહુ દાતાઓ તથા અન્ય જુદી જુદી રીતે મદદ કરનાર સહુકોઈનો સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામુહિક રીતે વધુ લોકો જોડાયતો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વુક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએજે આજના સમય અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે.

 

Latest Stories