ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે 2000ના દરની 6951 જાલીનોટ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો પાડી તલાસી લેતા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદે ગેરકાયદેસર રીતે રૂ.2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ તેમજ નોટ છાપવા માટેની સાધના સામગ્રી મળી આવી હતી. પોલીસે આ મામલામાં હિરેન રમેશભાઇ, હાર્દિક ભુપતભાઇ, પંકજ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી.પોલીસે રૂપિયા 1 કરોડ 39 લાખની બનાવટી ચલણી નોટ કબ્જે કરી હતી. ઝડપાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અગાઉ 2017ની સાલમાં પણ જાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયો હતો તેમ જ અન્ય બે આરોપીઓ પણ જુગાર મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાને પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આરોપીઓ પૈકી હિરેન તથા પંકજ સાળો બનેવી થાય છે. જ્યારે આરોપી હાર્દિક તથા સુરેશ જમાઈ તથા કાકાજી સસરા થાય છે. બાકીના આરોપીઓ એકબીજાના મિત્રો હોય જેલમાં મુલાકાત થયા બાદ જેલ મુક્ત થતાં જ આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરી ઓછી મહેનતે વધુ નફો કમાવવા અને ધનવાન બનવાની લાલચે કાવતરું રચી મુંબઈ ખાતેથી પ્રિન્ટર લાવ્યા બાદ બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170