/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03155559/BVN-JINING-BANDH-e1617445576953.jpg)
ભાવનગર જિલ્લામાં જીનીંગ મિલો કોરોના સમય થી બે હાલ પડી છે તેમ છતા પણ સરકાર દ્વારા ૫% RCM ડ્યુટી લગાડવામાં આવતા પડ્યાં પર પાટા જેવી સ્થિતિ સર્જાતા મિલ માલિકો દ્વારા RCM ડ્યુટીમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.
ભાવનગર જીલ્લામાં કુલ 50 થી 60 જેટલી જીનીંગ મિલો આવેલ છે જે જીનીંગ મિલોમાં મુખ્યત્વે કપાસને ટ્રેસિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.જેમાંની 50 % જેટલી જીનીંગ મિલો બજારમાં સ્થિર કિંમત નહિ મળવા તેમજ RCM ના કારણે બંધ હાલતે જોવા મળી રહી છે . જીનીંગ મિલ માલિકોને સરકાર દ્વારા આર.સી.એમ કાયદા હેઠળ ભરવામાં આવતી 5 % જેટલી રકમનાં રોકાણના કારણે ભારે મુશ્કેલી સાથે જીનીંગ મિલ ઉદ્યોગને ચલાવવામાં આવી રહ્યો છે . જીનીંગ મિલ માલિકો દ્વારા સરકાર પાસે RCM કાયદામાં ફેરફાર કરી જીનીંગ મિલો ને થતા નુકશાનમાંથી બહાર કાઢી ઉદ્યોગને વિકસાવવા માંગ કરવામાં આવી રહી છે .ભાવનગર જીલ્લામાં 50 થી 60 જેટલી જીનીંગ મિલો આવેલ છે જેમાંની ૩૨ જેટલી જીનીંગ મિલો માત્ર તળાજા તાલુકામાં આવેલ છે.સરકાર દ્વારા મિલો પર RCM કાયદા હેઠળ મિલ માલિકોને તૈયાર કરેલ મટીરીયલ વેચાણ કરતા પહેલા 5 % જેટલી રકમની ડ્યુટી નિયમ અનુસાર બેંકોમાં ભરવી પડે છે જે રકમ માલ વેચાણ થયા પછી રીફંડ મળતી હોય છે.જેના કારણે મોટા ભાગ ના મિલ માલિકોની રકમ આ RCM કાયદાના કારણે રોકાણ થઇ જવાનાં કારણે મિલો બંધ કરવા મજબુર બનતા મિલો બંધ થઇ રહી છે .આગામી દિવસોમાં સરકાર દ્વારા જીનીંગ ઉદ્યોગને બંધ થતો અટકાવવા તેમજ મિલોને થતા નુકશાનમાંથી બહાર કાઢવા RCM કાયદામાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી રહી છે.