New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/30210519/jkhk.jpg)
ભાવનગરના સિહોર તાલુકાના માલવણ ગામે વસંતબા લીલુભા ગોહિલ નામની 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. આ બનાવના પગલે સોનગઢ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને વૃદ્ધ મહિલાની લાશને પીએમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવમાં હજુ હત્યા અંગે કોઈ સત્તાવાર જાણકારી મળવા પામી નથી, હાલ તો પોલીસ કાફલો સિહોર હોસ્પિટલે પણ પહોચ્યો છે અને બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories