• મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી

  • ઝુપડપટ્ટી બાદ નાના ફેરિયાઓના દબાણ હટાવ્યા

  • મનપાની કામગીરી સામે ફેરિયાઓમાં નારાજગી

  • રોજ કમાઈને રોજ કમાતા ફેરિયાઓમાં રોષ

  • મનપાની કામગીરીને અયોગ્ય ગણાવી

ભાવનગર મનપાના શાસકો ઝૂપડપટ્ટી હટાવ્યા બાદ હવે નાના ફેરિયાઓ પર તવાઈ બોલાવી છે.જેના કારણે નાના ફેરિયાઓમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝુપડપટ્ટીના દબાણો હટાવ્યા બાદ હવે નાના ફેરિયા પર તવાઈ બોલાવી હતી,જોકે મનપાની આ કામગીરી સામે નાના લારી ગલ્લા ધારકોમાં ભારે નારાજગી જોવા મળી છે,અને તેઓએ મનપાની આ કામગીરીનો ભારે વિરોધ કર્યો છે.ગરીબ ફેરિયાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે મોટા દબાણકર્તાઓ સામે મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી,જ્યારે રોજનું કામ કરીને રોજનું કમાતા નાના ફેરિયાઓ પોતાની લારી પણ રાતે ઘરે પરત લઇ જતા હોય છે,તેમ છતાં મનપા દ્વારા નાના ફેરિયાઓને જ હેરાન કરવામાં આવી રહ્યા છે.