સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ડો. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણાએ ૩ યુગલોને સહાયના ચેક અર્પણ કર્યા હતા.
આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંતર્ગત રૂ. ૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ. ૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રિય બચત પત્રોની ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે. હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે સમાજમાં સામાજીક સમરસતામાં લાવવા માટે આ સહાય આપવામાં આવે છે. આ સહાયના ચેક અર્પણ કરતી વેળા ભાવનગર જિલ્લા અધિક જિલ્લા કલેકટર બી.જે.પટેલ, યુગલોના સંબંધીઓ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારશ્રી આર.ડી.પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.