ભાવનગર : કૃષિ કાયદાના વિરોધમાં સિહોર તાલુકાના ખેડૂતોએ “બ્લેક-ડે” મનાવ્યો, ગામે-ગામ ફરકાવ્યા કાળા વાવટા

New Update
ભાવનગર : કૃષિ કાયદાના વિરોધમાં સિહોર તાલુકાના ખેડૂતોએ “બ્લેક-ડે” મનાવ્યો, ગામે-ગામ ફરકાવ્યા કાળા વાવટા

ખેડુતો કૃષિ કાયદાને લઇને છેલ્લા 6 મહિનાથી આંદોલન કરી રહયા છે. તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતુ નથી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોઘમાં ચાલુ થયેલા આંદોલનને 26મી મેના રોજ 6 મહિના પૂર્ણ થયા છે. જેને ધ્યાને રાખીને ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં બ્લેક-ડે તરીકે મનાવવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંબા, ટાણા, બોરડી રબારીકા, સર, સખવદર, વાવડી, નવાગામ, સુરકા પીપળીયા, ઘાંઘળી અને સણોસરા સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ પોતાના ઘર, વાહનો અને ખેતરોમાં કાળા વાવટા ફરકાવીને સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ મોરીએ જણાવ્યુ હતું કે, સમગ્ર દેશના ખેડૂતો માટે આ કાળો દિવસ છે. સરકાર સામે લડતા લડતા ખેડૂત આંદલને 6 મહિના પુરા કર્યા છતાં સરકારના પેટનું પાણી હલતુ નથી. ખેડૂતો 6 મહિનાથી દિલ્હીના સિંઘુ બોર્ડર ઉપર ત્રણ કાળા કાયદાના વિરોધમાં આદોલન કરી રહ્યા છે. જેમાં કેટલાય ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સરકાર તરફથી કોઈ હિલચાલ ન દેખાતા તેમના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

Latest Stories