ભાવનગર એસટી. બસ સ્ટેન્ડમાં ગત તા. 3 સપ્ટેમ્બરે બપોરના સમયે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ કાજલ બારૈયાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીની ધરપકડ કરી છે. ભાવનગર એસટી. બસ સ્ટેન્ડમાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. નિલમબાગ પોલીસે સ્થળ ઉપર આરોપીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.