મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષની ઉજવણી
નૂતન વર્ષે ભવ્ય સ્નેહમિલન સમારંભ યોજાયો
વિકાસકાર્યોને વધુ ઝડપી બનાવવાનો સંકલ્પ
કેબિનેટ મંત્રી,મેયરની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું
મહારાજા સાહેબની સમાઘીએ શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષે ભવ્ય સ્નેહમિલન સમારંભ યોજાયો હતો,આ પ્રસંગે વિકાસકાર્યોને વધુ ઝડપી બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા, ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા અને મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્રકુમાર મીના સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી એકબીજાને નવા વર્ષની મંગલકામનાઓ પાઠવી હતી.
નૂતન વર્ષના પ્રારંભે ભાવનગર શહેરના વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સ્નેહમિલન બાદ તમામ આગેવાનો રાજવી પરિવારની સમાઘી સ્થળ ‘વૈકુંઠધામ’ પહોંચ્યા હતા, જ્યાં નેક નામદાર મહારાજા સાહેબની સમાધિના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
