ભાવનગર : દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ, વાંચો વધુ...

New Update
ભાવનગર : દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ, વાંચો વધુ...

બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦%થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે. તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય 2 દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બન્ને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે, તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા એક હજારનું પેન્શન મેળવવા પાત્ર બનશે. આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે, તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯ પર અથવા ઇ-મેલ આઇ.ડી. dsdo-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.