• ભાવનગર પોલીસ એક્શન મોડમાં

  • ગુંદી ગામમાં મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન

  • ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી બાજ નજર

  • પોલીસનું સર્ચ ઓપરેશનઅસામાજિક તત્વોમાં ફફડાટ

  • કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ સક્રિય

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે. ઘોઘા તાલુકાના ગુંદી ગામના કેરીયાવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન” એટલે કે C.A.S.O. હાથ ધરવામાં આવ્યું હતું.

ભાવનગર વિભાગના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ભાવનગર ગ્રામ્ય મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમના સીધા સુપરવિઝનમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન એટલે કે C.A.S.O. ઓપરેશન હાથ ધરાયું હતું. ગુંદી ગામના કેરીયાવાસ વિસ્તારમાં પોલીસ, S.O.G., L.C.B. અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.ઓપરેશન દરમિયાન સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરા દ્વારા આકાશી નજર રાખવામાં આવી હતી. સાથે જ પોલીસ અધિકારીઓ અને જવાનોને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતાજેથી સમગ્ર કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ થઈ શકે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ દ્વારા પારદર્શક અને સચોટ કામગીરી કરવામાં આવી હતી.

આ ઓપરેશનમાં માત્ર પોલીસ જ નહીં પરંતુ અન્ય સરકારી વિભાગોને પણ જોડવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગના અધિકારીઓતાલુકા વિકાસ અધિકારીની ટીમ, PGVCL ની ટેકનિકલ ટીમ અને આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ પણ સ્થળ પર તૈનાત રહી હતી. હોલ ગવર્નમેન્ટ એપ્રોચ હેઠળ વિવિધ વિભાગોના સંકલનથી કાર્યવાહી વધુ અસરકારક બની હતી.