ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેંકમાં ઉંચા વ્યાજદરના ખોટા વચનો સાથે લોકોના જીવનભરની જમા રકમ હડપવાના આરોપમાં પોલીસે 234 લોકોની ધરપકડ કરી છે. મામલો 580 ડોલર એટલે કે 46.3 કરોડ હજાર રૂપિયાનું કૌભાંડ સાથે જોડાયેલો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ ચીનના અધિકારીઓએ સોમવારે ગ્રામીણ બેંકમાં જમા રકમ પર ઉચ્ચ વ્યાજદરના ખોટા વાયદા સાથે લોકોને 46.3 કરોડનો ચૂનો લગાવ્યો છે. સોમવારે મોડી રાત્રે સેન્ટ્રલ ચીનના અધિકારીઓના નિવેદન અનુસાર, હેનાત પ્રાંતના શુચાંગ શહેરમાં પોલીસે કૌભાંડ સાથે જોડાયેલા 234 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને ચોરીના પૈસા જપ્ત કર્યા છે. પોલીસે કહ્યું કે લૂ યિવેઈએ ષડયંત્ર રચ્યું અને તે માસ્ટરમાઇન્ડ હતો. તેણે હેનાન પ્રાંતની ચાર ગ્રામીણ બેન્કોને ગેરકાયદેસર રીતે સંચાલિત કરી અને સંપૂર્ણ કંટ્રોલ લઈ લીધો હતો. આ લોકો રોકાણકારોને લાલચ આપતા હતા કે તેને જમા રકમ પર વાર્ષિક 13થી 18 ટકા સુધી વ્યાજ મળશે. હેનાન આ ચારેય ગ્રામીણ બેન્કોએ 18 એપ્રિલથી પોતાની ઓનલાઇન બેન્કિંગ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શક્યા નહીં. સિસ્ટમ અપગ્રેડ નો હવાલો આપતા બેન્કે ગ્રાહકોને રકમ ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનના આ મહા કૌભાંડે વર્ષ 2019 બાદ દેશની $52 ટ્રિલિયન બેન્કિંગ સિસ્ટમને મોટો ઝટકો આપ્યો. ત્યારબાદ સરકારે ઇનર મંગોલિયામાં એક ધિરાણકર્તા નું નિયંત્રણ જપ્ત કર્યું હતું
