બિહાર ચૂંટણી 2020 : પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા યથાવત, 71 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન

બિહાર ચૂંટણી 2020 : પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા યથાવત, 71 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
New Update

બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આજે પ્રથમ ચરણના મતદાનની શરૂઆત વહેલી સવારથી શરૂ થઈ ચૂકી છે. કોરોનાકાળમાં આ પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. બિહારની કુલ 243 બેઠકો પૈકી 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે. લોકતંત્રના આ મહાપર્વમાં 2 કરોડ 14 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચેની આ જંગમાં 1066 ઉમેદવારો મેદાનમાં જેમાં 114 મહિલાઓ ભાગ્ય અજમાવી રહી છે. ત્રણ તબક્કાના મતદાન બાદ 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

નિતિશ સરકાર વિરોધી લહેર વચ્ચે ભાજપ અને પીએમ મોદી પર એનડીએનો દારોમદાર છે જ્યારે તેજસ્વી યાદવ મુખ્યમંત્રીના ઉમેદવારના પદ પર જદ્દોજહદ કરી રહ્યા છે. મહાગઠબંધન અને એનડીએ વચ્ચેની રસપ્રદ લડાઈમાં પીએમ મોદી નિતિશ કુમારની નૈયા પાર લગાવી શકશે કે પછી તેજસ્વી યાદવ 10 લાખ નોકરીઓના વાયદાને મુદ્દો બનાવી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી શકશે? જેનો ફેંસલો બિહારના મતદારો 10 નવેમ્બરે સંભળાવશે.

જોગાનુજોગ કે પૂર્વાયોજિત કહી શકાય તે રીતે એક તરફ વોટિંગ થઈ રહી છે બીજી તરફ રાજકીય નેતાઓ ચૂંટણી માટેની રેલી સભાઓના સંબોધનમાં લાગ્યા છે. તેજસ્વી યાદવ આજે 16 સભાઓ સંબોધશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી પણ પટનામાં એનડીએની જીત માટેની રેલીઓ યોજી રહ્યા છે. સામાન્ય રીતે મતદાનના 24 કલાક પહેલા આચારસંહિતાના લીધે પ્રચાર પર રોક લાગી જાય છે. પરંતુ તબક્કાવાર મતદાન પ્રક્રિયાને લઈને રાજકીય પક્ષોને પ્રચાર કરવાની છૂટ મળી જાય છે.

જેને લઈને મતદારોને પ્રભાવિત કરવા મતદાનના દિવસે પણ અન્ય વિધાનસભા વિસ્તારોમાં રાજકીય નેતાઓ વિજયના હુંકારના રેલીઓ કરતાં નજરે પડતાં હોય છે. જેનું તાજું ઉદાહરણ આજના દિવસે બિહારમાં જોવા મળી રહ્યું છે. હાર જીતના આ ખેલમાં 10 નવેમ્બરે ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક ગઠબંધન આ બિહાર વિધાનસભા 2020 ની ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે. જો કે અંતિમ નિર્ણય બિહારના મતદારો કરશે, કે કોના હાથમાં બિહારની દોર, નિતિશ, તેજસ્વી કે પછી અન્ય કોઈ ઔર..

#Connect Gujarat News #Bihar News #Bihar Election 2020 #Bihar Vidhansabha Election #Voting Under Way
Here are a few more articles:
Read the Next Article