ગુજરાત : ભાજપે વિવિધ જિલ્લાઓ તથા શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, વાંચો તમારા જિલ્લામાં કોણ બન્યું “પ્રમુખ”

New Update
ભરૂચ : ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઇ

ગુજરાત પ્રદેશ ભાજપના નવા વરાયેલાં પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હીમાં છે અને મોવડી મંડળ સાથે નવા સંગઠન અંગે ચર્ચાઓ કરી રહયાં છે. દરમિયાન સોમવારે સાંજે ભાજપે ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા શહેરોના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નગરપાલિકાના પુર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે. હવે તેઓ યોગેશ પટેલ ઉર્ફે મામાનું સ્થાન લેશે.

હવે નજર કરીએ અન્ય જિલ્લાઓ તથા શહેરોના ભાજપના પ્રમુખના નામો ઉપર…

publive-image

ડાંગમાં દશરથ પવાર, વલસાડમાં હેમંત કંસારા, નવસારી ભુરાભાઇ શાહ, સુરત શહેર નિરંજન ઝાંઝમેરા, સુરત જિલ્લો સંદિપ દેસાઇ, તાપીમાં ડૉ. જયરામ ગામીત, ભરૂચમાં મારૂતિસિંહ અટોદરીયા, નર્મદામાં ઘનશ્યામ પટેલ, વડોદરા શહેરમાં વિજય શાહ, વડોદરા જિલ્લો અશ્વિન પટેલ ( કોયલી) છોટાઉદેપુરમાં રશ્મિકાંત વસાવા, પંચમહાલમાં અશ્વિન પટેલ, મહિસાગરમાં દશરથ બારીયા, દાહોદમાં શંકર આમલીયાર, આણંદમાં વિપુલ પટેલ( સોજીત્રા) ખેડામાં અર્જુનસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લામાં હર્ષદ ગોસાઇ, ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, સાબરકાંઠામાં જે.ડી.પટેલ, અરવલ્લીમાં રાજેન્દ્ર પટેલ, મહેસાણામાં જશુ પટેલ, પાટણમાં દશરથજી ઠાકોર, બનાસકાંઠામાં ગુમાનસિંહ ચૌહાણ, કચ્છમાં કેશુભાઇ પટેલ, જામનગર શહેરમાં વિમલ કગથરા, જામનગર જિલ્લામાં રમેશ મુંગરા, દ્વારકામાં ખીમભાઇ જોગલ, રાજકોટ શહેરમાં કમલેશ મીરાણી, રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા, મોરબીમાં દુર્લભજી દેથરીયા, જુનાગઢ શહેરમાં પુનીત શર્મા અને જિલ્લામાં કીરીટ પટેલ, ગીર સોમનાથમાં માનસિંહ પરમાર, પોરબંદરમાં કીરીટ મોઢવાડીયા, અમરેલીમાં કૌશિક વેકરીયા, ભાવનગર શહેરમાં રાજીવ પંડયા અને જીલ્લામાં મુકેશ લંગાળીયા, બોટાદમાં ભીખુભાઇ વાઘેલાઅને સુ.નગરમાં જગદીશ દલવાડીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.