Connect Gujarat
બ્લોગ

બ્લોગ : ઋષિ દવે...મ્યુઝિક લવર્સ ક્લબ, ભરૂચ દ્વારા "કિશોર - આશા" ગીતો નો યશસ્વી કાર્યક્રમ...

ભરૂચના કલાભવનમાં એકલડી બાંધો, ધરાવતી વોઇસ ઓફ આશા અનન્યા સબનીસે આબાલવૃદ્ધ સૌને ડોલાવી દીધા

બ્લોગ : ઋષિ દવે...મ્યુઝિક લવર્સ ક્લબ, ભરૂચ દ્વારા કિશોર - આશા ગીતો નો યશસ્વી કાર્યક્રમ...
X

કિશોરકુમાર અને આશા ભોંસલેએ 550 યુગલગીતો ગાયા છે. એમાંથી દસ બાર ગીતો પસંદ કરવા, બંનેના યાદગાર સોલો ગીતોની હરમાળામાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા ગીતો પસંદ કરવા, અને એ ગીતો આબેહૂબ રજૂઆત કરી શકે એવા સમર્થ પ્લેબેક સિંગર અને પ્રચુર માહિતી હળવી શૈલીમાં રજૂ કરી શકે એવા એન્કર તેમજ ઓરકેસ્ટ્રા એવી કે એકેએક વાજિંત્ર વગાડનાર વાદ્યક્ષેત્રના હીરોને સૌને ધ્વનિ માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચાડનાર કોહીનુર સાઉન્ડ સર્વિસની સાથે અનોખો, અલભ્ય, અદભુત અલબ્ય સંગીતોનો જલસો ગ્રહણ કરે એવા સુરય પ્રેક્ષકો રસ તરબોળ થયા શનિવાર તારીખ 6 જાન્યુઆરી રાતે સવા નવ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન, ભરૂચમાં કારણ દીપેન ભટ્ટ અને તેમની સક્ષમ ટીમ આયોજીત "દિલ આજ શાયર હૈ" મ્યુઝિક લવર્સ ક્લબ. ભરૂચનો મધ્યાંતર સાથે 210 મિનિટનો કાર્યક્રમ, "મોજ પડી ગઈ, ભાઈ, ગુલાબી ઠંડીમાં રામ સીતારામ જય જય રામ સીતારામ કરતા અભિનંદનની વર્ષામાં કલાકારોને ભીજવતા એકાદ મનગમતું ગીત ગુનગુનતા ઘર તરફ પ્રયાણ કરતા ગયા.

ધોરણ 12 ની પરીક્ષા આપી, મોહમયી મુંબઈથી નર્મદા કિનારે ભરૂચના કલાભવનમાં એકલડી બાંધો, ધરાવતી વોઇસ ઓફ આશા અનન્યા સબનીસે આબાલવૃદ્ધ સૌને ડોલાવી દીધા. અમદાવાદથી પધારેલા વોઇસ ઓફ કિશોરકુમાર હિમાંશુ ત્રિવેદી મોડેલિંગના કિંગ, એનર્જેટિક, પાવર હાઉસ, એ બરાડા પાડે, ,કોઈને ખીજવાય ધમકાવે તો પણ એમના કંઠમાંથી તાલબદ્ધ સુર રેલાય.

એન્કર, સંચાલન, એમ. ઓ. સી. વિગેરે શબ્દોથી આપણે પરિચિત છીએ. આ સપ્તરંગી મેઘધનુષી કાર્યક્રમમાં નવો શબ્દ મળ્યો, શબ્દ ગુંફન. આ કમાલ રઈશ મનીયાર જ રજૂ કરી શકે. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું રજૂઆત ચોટદાર, અને આકર્ષક હોવી જોઈએ. શરૂઆત અને અંત નજીક હોવા જોઈએ. સાચા અર્થમાં શબ્દના સ્વામી ખાનદાની રઈશ અમીબહેનની પ્રેમવર્ષામાં તરબોળ સુર તાલ અને લયની ઝવેરી, ફિલ્મી દુનિયામાં જાવેદ અખ્તર, ગુલઝાર અને અમિતાભ બચ્ચન સાથે એમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા, કવિ ગઝલકાર, કોલમીસ્ટ, નાટ્ય લેખક, મિતભાષી, સંશોધક, અનુવાદક, સૂર્યનગરી સુરતમાં કલાભૂષણ કિશોરકુમાર અને આશા ભોંસલેના જન્મથી માંડીને કલાકારના જીવનમાં તબક્કાવાર કેવા પ્રસંગો બન્યા હતા તેની છણાવટ કરતા ગયા અને ગીતોની પ્રસ્તાવના આપતા ગયા.

મનન પારેખ અને તેમની ટીમમાં દુર્ગા પ્રસાદ તબલાવાદક, અલ્પેશ રાણા કોંગો, ઢોલક અને બોંગો, મુન્નાભાઈ તુમ્બા, બાબુભાઈ પેડ અને ડ્રમિષ્ઠ, એક્ઝા ફોન યોગેશભાઈ, મનન પારેક સિંથેસાઇઝર નિષ્ણાત. મધ્યાંતરમાં આત્મન ભટ્ટ અને દીપાંશુ પટેલ પ્રસિદ્ધ ગીતોની બોડી પીરસી હતી.

ઝૂમ ઝૂમ ઝુમરુ, ચીક ચીક બમ બમ, હવા કે સાથ સાથ, નીલે નીલે અંબર પર, આ જાનેજા (જવાની દીવાની), એક ચતુર નાર બળી હોશિયાર (પડોશન), હમે ઔર જીને કી ચાહત ના હોતી (અગર તુમ ન હોતે) ખફાના હોના, વાદા તો નિભાના (જોની મેરા નામ) હોઠો પે એસી બાત (જ્વેલ થીફ) રાત અકેલે હૈ,ગયે દીયે, એક હસીનાથી (કરઝ), મેરે નૈના સાવન ભાદો (મહેબૂબા), ઇન્તેહા હો ગઈ (શરાબી) પ્યાર હમે કિસ મોડ પે આયા (સત્તે પે સત્તા) ઈના મીના ડીગા. તાળીઓના ગડગડાટ, સ્ટેન્ડિંગ એવિએશન, જય હો ! કિશોર-આશા દિલ આજ શાયર હૈ ગમ આજ નગમાં હૈ, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, નિગાહે મિલાને કો જી ચાહતા હૈ, આંખો કી મસ્ત (ઉમરાવજાન) ઘુંઘરુ કી તરાહ બજતા રહા હું મેં (ખીલોના).

Next Story