Connect Gujarat
બ્લોગ

The Vaccine War : यह युद्ध सिर्फ सायंस से ही जित शकेंगे: Blog By Rushi Dave

ભારતના સક્ષમ, કમિટેડ વૈજ્ઞાનિકો કેવી રીતે ખુલ્લા પાડી દે તેનું વાસ્તવિક દર્શન કરાવતી ફિલ્મ "ધ- વેક્સીન વોર".

The Vaccine War : यह युद्ध सिर्फ सायंस से ही जित शकेंगे: Blog By Rushi Dave
X

સત્ય ઘટના પર આધારિત મેડીકલ થ્રિલર ફિલ્મ જોવી જ પડે. ઇન્ટરનૅશનલ ફાર્મા ગેન્ગટર્સ ધારે તે દેશમાં રોગચાળો ફેલાવી શકે છે. આવા ખોફનાક ષડયંત્રને ભારતના સક્ષમ, કમિટેડ વૈજ્ઞાનિકો કેવી રીતે ખુલ્લા પાડી દે તેનું વાસ્તવિક દર્શન કરાવતી ફિલ્મ "ધ- વેક્સીન વોર".

"એપ્રિલ 2020" ફિલ્મના પડદે ડિજિટલ દેખાયને ફિલ્મની શરૂઆત થાય. દિગ્દર્શક અને સ્ટોરી રાઇટર વિવેક રંજન અગ્નિહોત્રી વેક્સીન વિષેનો તલસ્પર્શી અભ્યાસ, ઇન્ટરનેટ પર રજુ થતા વલ્ડ વાઈડ રિપોર્ટ, એનાલિસિસ, મંતવ્યોથી અપ ટુ ડેંટ માહિતી તારીખ અને તવારીયા પ્રમાણે ફિલ્મના અંત સુધી દર્શાવી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે એ સાર્થક કર્યું છે.

નિવેદિતા ભટ્ટાચાર્ય, ગિરિજા ઓક, સપથાન ગોવડે, રાઈમાં સેન, પૂરતી જય અગ્રવાલ, સ્નેહા મિલંદ, અને પલ્લવી જોષી, આ સાત મહિલા વૈજ્ઞાનિકો ની ટીમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (આઈ સી એમ આર) માં છે. આ બધાના હેડ ડો. બલરામ ભાર્ગવ (નાના પાટેકર) ડિરેક્ટર છે. પ્રાઈમિનીસ્ટર ઓફિસ તરફથી અનુપમ ખેર રિપ્રેસન્ટ થાય છે. ફિલ્મમાં દર્શકોને હચમચાવી નાંખે એવા દ્રશ્યો થોકબંધ છે.

ડો. નિવેદિતા ગુપ્તા ઘરે આવે છે, તેનો નાનો દીકરો કાગડોળે રાહ જોતો બેઠો હોય છે, તેણે એક કવિતા લખી છે જે તેની મમ્મીને સંભળાવવા માંગે, મમ્મી હા પાડે છે. એ જેવો તૈયાર થાય છે કે તેનો મોબાઈલ રણકે છે. ડો. ભાર્ગવનો અવાજ, "ક્યાં છો ?" "હમણાં જ ઘરે આવી છું," નિવેદિતા કહે છે.

"કમ ટુ ઓફિસ", ઈમિજેટલી" નહિ ડો. ભાર્ગવ ફોન કાપે છે. પુત્ર પોયમ તૈયાર છે, તેને મમ્મી કહે છે., હું ઓફિસથી જલ્દી પાછી આવીને તારી પોયમ સાંભળીશ. પુત્ર મમ્મીને બાઝી પડે છે. એને વળગીને રીતસરની એને પગે પડીને મમ્મીને જવા નથી દેતો, ત્યારે એના પિતા પુત્ર મહાપ્રમાણે સમજાવે છે, મમ્મી રીતસરની પુત્રને હડસેલીને ઓફિસ જાય છે. પિતા કહે છે મને તો સંભળાવ કવિતા, કવિતાની પહેલી પંક્તિ છે.

ચારો ઔર તાલા હે, આકાશ કે રંગ કાલા હે...પુત્ર પપ્પાના હાથમાંથી કાગળ ખેંચી ફાડી નાખે છે.

'ધ વેક્સીન વોરની' ની કલાકાર અને નિર્માતા પલ્લવી જોષી છે. સમય આ ફિલ્મનું અદ્રશ્ય પાત્ર છે. મહિનાઓનું મનાતું કામ દિવસોમાં કે કલાકોમાં કરવાનું આવે ત્યારે એ કામ, ટાસ્ક, ચેલેન્જ હાથમાં કેવી માનસિક તાણ અનુભવે એનું આબેહૂબ દૃશયાકન 'ધ વેક્સીન વોર' માં દર્શાવાયું છે.

સ્મરણપટ પર અંકિત થઇ ગયેલા કેટલાક સંવાદો :

- હમારે પાસ કોઈ રોકેટ નહિ હે કી જીસ્કી પૂંછમેં આગ લગા દે ઔર કહદે કે વો માર્સ પર જા રહા હૈ

- આપ હંમેશા પ્રોબ્લેમ ક્યુ બતાતી હો, સોલ્યુશન કબ બતાયેંગી

- સારી દુનિયા ઇસ વાઇરસ કો મારને પર તુલી હૈ ઔર હમ ઉસે જીવિત કરને પર

- રાવન કો ખોજનેમેં નહિ, રાવનકો મારને મેં સફલતા હૈ

- સર, હ્યુમન રિલેશનમેં કચ્ચે હૈ, સોરી, પ્લીઝ કામ બોલો,

- એક બૅંદર નહિ મિલત, હમે જેસે ચાહિયે એસે બૅંદર નહિ મિલતે, જાવ, જંગલમેં જાવ, બંદર પકડને મેં કિતને દિન લગેંગે

- સર, તીન યા ચાર દિન

- દો, દેતા હું, કામ શુરુ કર દો.

- બંદર પકડને ગયે હૈ, યા ડાયનાસોર ?

- આ શબ્દો પલ્લવી જોષી સાંભળે છે ત્યારે એ જોરથી ચિલ્લાઈને બોલે છે...મેં બન જાઉં બંદર

આખરે 21 મેં દિવસે બંદરો પકડાય છે.

- આપકે સાયન્ટિસ્ટ કે પાસ એક લાખ રૂપિયા નહિ હૈ ? પલ્લવી જોષી જવાબ આપે છે, 'મેરે નહિ, ભારત કે સાયન્ટિસ્ટ.

ભારતના વૈજ્ઞાનિકોની પાસે પોતાના કેટલા પૈસા, માલ મિલ્કત હોય છે. તેની સામે વેધક પ્રશ્નચિહ્ન છે.

- વાઇરસ : વુહાનથી કોલકત્તાથી બેંગ્લોર થી કેરાલામાં ઘુસ્યો છે.

- ડો. બલરામ ભાર્ગવ કહે છે : મેરે પાસ વોટસએપ નહિ હૈ

- ઘરે પુત્ર ડાયનિંગ ટેબલ પર જમતો હોય છે એને કહે છે : રાઈસ મેં ઘી ડાલો, સાયન્ટિસ્ટ બનના હૈ તો ચમચસે નહિ ઉંગલીસે ખાના ખાઓ. રક્તસંચાર હોગા તો દિમાગ ચલેગા.

- વાઇરસ લેબમાં ઉછેરી શકાય છે, માઈક્રોસોફ્ટથી એને જોઈને સાયન્ટિસ્ટ કહે છે : વોટ એ બ્યુટીફૂલ વાઇરસ. આ ક્રાઉન ઓન હોર્સ હેડ

- હમારા એચીવમેન્ટ હૈ વો દુનિયા કે લિયે બેડન્યૂઝ હૈ

- ઇન્ડિયા વર્લ્ડકા બડા સ્મશાન ઘાટ બન જાયેગા

- મુઝે તુરંત ચાહિયે, તુરંત મતલબ, તુરંત

- ડુ વોટ યુ નો બેસ્ટ

- અન્ડર પ્રોમિસ, ઓવર ડિલિવર

- અગર મરના હૈ તો લડ કે મરેંગે

- આત્મનિર્ભર હો કે મરેંગે

- હમ સબ સાયન્ટિસ્ટ હૈ, આજ કે બાદ અર્જુન કી તરહ મછલીકી આંખ દેખાણી હૈ, સિર્ફ મછલીકી આંખ

ભારતમાં 'ડેઈલી વાયર' ની ચીફ રિપોર્ટર રોહિણીસિંઘ ધુલીયાએ લાજવાબ ખલનાયિકાનું પાત્ર અદા કર્યું છે. દેખાવે ચબરાક, ટુ ધ પોઇન્ટ, પૈસો એજ પરમેશ્વર, દેશ દાઝની ઐસી તૈસી, ફોરેન ન્યૂઝ એજન્સી સાથે લાખોની ડીલ કરે, ફોટોગ્રાફ્સ, રિપોર્ટટીંગ એવું કરે કે ચારે તરફ ભય, હાહાકાર ફેલાવે, સરકાર ઉથલાવી શકવાનાના પેંતરા રચે. માત્ર ને માત્ર શબ્દોની જાળ રચીને પરિસ્થિતિને, સરકારને તંત્રને પાંગળું દર્શાવામાં માહિર છે. એને માત્ર આપનાર એક માત્ર ડો. બલરામ ભાર્ગવ એ હંમેશા એમ કહે કે પ્રેસ કોન્ફેરન્સ કરી ખુલાસા, સચ્ચાઈ આપવા નહિ, એ બધા એક્જ ગ્રંથિના બંધાણી, એમાં સમય કરવાને બદલે વૈજ્ઞાનિક છો તો તમારા કામમાં ગળાડૂબ રહો.

એ લખે છે 'ઇન્ડિયા કાન્ટ ડુ ઈટ?'

અને ડો. ભાર્ગવ કહે છે : 'ઇન્ડિયા કેન ડુ ઈટ'

બે પ્રકારના માણસ હોય છે

એક : હિમાલય ચઢવો અશક્ય છે એમ માને છે,

બીજો : પહેલે કદમ ઉઠાકર તો દેખો.

ડો. ભાર્ગવ કહે છે, હું બીજા પ્રકારનો માણસ છું.

ડો. ભાર્ગવ એવું મને છે બલ્કે એ માન્યતાને વળગી રહે છે કે, હમે જો કર્ણ હૈ, સંવિધાન કે ડાયરે મેં રહકે કરના હે, હેમ કોર્ટ મેં જાયેંગે.

ડો. ભાર્ગવને એમની ટીમના સભ્યો કહે છે કે પત્રકાર પરિષદ યોજીને આપણી સામે જે અપ-પ્રચાર જદબાતોંડ જવાબ આપવો જોઈએ. ડો. ભાર્ગવ આ વાતને નકારે છે. ફિલ્મના અંતે એ ટીમને કહે છે તમને સહુને એમ લાગે છે કે પ્રેસ કોન્ફેરન્સ બોલાવવી જોઈએ તો બોલાવો, હું નહિ આવું.

પ્રેસ કોન્ફેરન્સ ભરાય છે. ચારે તરફથી પત્રકારોના પ્રશ્નોની ઝડી વરશે છે. ટીમના સભ્યો વારાફરતી જવાબ આપે છે. પણ એકમાંથી અનેક પ્રશ્નો સર્જાતા ટીમના સભ્યો ગુંચવાઈ છે. ત્યારે ડો. ભાર્ગવની એન્ટ્રી પડે છે. એ પ્રત્રકારોના સવાલના જવાબ આપે છે. બલ્કે ડેઇલી વાયર ન્યૂઝ ચેનલ સામે માનહાની કેશ દાખલ થયો છે, એના પેપર્સ રજુ કરે છે. પત્રકાર કોને કહેવાય ? જે સમાજની આરસી છે. દેશનું ગૌરવ વધારવા માટે નો ચોથો સ્તંભ છે નહિ કે કલામ દ્વારા આતંક ફેલાવે. તે આતંકવાદી નથી. સૈનિક સરહદ પર લડે છે, પત્રકાર સમાજમાં રહીને સત્યને ઉજાગર કરે છે.

આ સાંભળી પ્રેસ કોન્ફેરન્સમાં હાજર રહેલા સહુ ઉભા થઈ કરતાલ ધવાની કરી સાયન્ટિસ્ટોની ટિમ અને ડો. બલરામ ભાર્ગવને વધાવી લે છે.

આપના અગત્યના કામને થોડા પાછા ઠેલી 'ધ વેક્સીન વોર' જોશોતો જે કામ આઘું પાછું કરેલું તે બમણા વેગથી પૂરું કરવાની તમારામાં શક્તિ નો સંચાર થશે એની ગેરેન્ટી મારા તરફ થી.

જય વિજ્ઞાન

બ્લોગ બાય :- ઋષિ દવે

Next Story