/connect-gujarat/media/post_banners/218ceff12182b4ba4370fcb9ad6d784bcd5886ff114a4bfec7577dc5a663880e.webp)
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે, ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. આજે શરૂઆતે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું હતું. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 71,947ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 54 પોઈન્ટ વધીને 21,737 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે Paytm ની બેંકિંગ શાખા Paytm Payments Bank (PPBL) પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
RBIએ કંપનીને 29 ફેબ્રુઆરી પછી વર્તમાન ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ ઓર્ડર પછી, Paytm પેમેન્ટ બેંકમાં કોઈ ક્રેડિટ/ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન થશે નહીં. અને 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ બેંક બેંકિંગ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં.