Connect Gujarat
બિઝનેસ

દુનિયામાં 10માંથી 8 હીરા, એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી થાય છે નિર્મિત...

જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારથી, હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે, અને તેના કારણે રત્ન કલાકારોના પગારમાં પણ વધારો થયો છે

X

વાયબ્રન્ટ ગુજરાત સમિટ બની સમિટ ઓફ સક્સેસ

ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો રહ્યો છે વિશેષ ફાળો

હીરા ઉદ્યોગનું રોજગાર-સર્જનમાં બહુમૂલ્ય યોગદાન

કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે હીરા

સુરતનું ડાયમંડ બુર્ઝ બન્યું હીરાનું આ વેપાર કેન્દ્ર

વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ 2 દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચુકી છે. આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે. સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે, જેને રોજગાર-સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. હુઓ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓનો અહેવાલ...

ગુજરાતનો હીરા ઉદ્યોગ, ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા-બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયામાં 10માંથી 8 હીરા, એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે.

હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્ઝની સ્થાપના કરી છે. 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રસંશા પણ કરી હતી.

સુરત કાપડ ઉદ્યોગની સાથે હિરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. હિરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સીટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મુકવાનું સ્વપ્ન વડાપ્રધાનશ્ર નરેન્દ્ર મોદીએ સેવ્યું હોવાની વાત કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુરતના હીરા ઉદ્યોગને વર્ણવ્યો હતો.

તો બીજી તરફ, સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ 8 લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સ પણ દોઢ લાખ લોકોને રોજગારી આપવા જઈ રહ્યું છે, જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારથી, હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે, અને તેના કારણે રત્ન કલાકારોના પગારમાં પણ વધારો થયો છે. જેનાથી હવે રત્ન કલાકારો સારી કમાણી પણ કરી રહ્યા છે. જોકે, નિષ્ણાતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનું જેમ્સ એન્ડ જ્વેલરી પણ વિસ્તારની વ્યાપક સંભાવનો રહ્યું છે.

Next Story