Paytm ની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ પેટીએમની પેમેન્ટ્સ બેંકની સમય મર્યાદા હવે 2 દિવસમાં સમાપ્ત થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકની સર્વિસ માટે 15 માર્ચની સમયમ ર્યાદા નક્કી કરી છે, જે 15 માર્ચ બાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે.RBI ના નિર્દેશ અનુસાર 15 માર્ચ 2024 બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કોઈ વ્યવહાર સ્વીકારવામાં આવશે નહીં. તેથી બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પેટીએમ પેમેન્ટ બેંકમાં જે રકમ હોઈ તે કોઈપણ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરે.પેટીએમ પેમેન્ટ પર પ્રતિબંધ બાદ ઘણા લોકો મૂંઝવણમાં છે કે કઈ સર્વિસિસ ચાલુ રહેશે અને કઈ બંધ કરવામાં આવશે.
15 માર્ચ બાદ પણ પણ કેટલીક સેવાઓ ચાલુ રહેશે. જેમ કે પૈસા ઉપાડવા, રિફંડ અને કેશ બેક, UPI, OTT પેમેન્ટ દ્વારા પૈસા ઉપાડવા વગેરે. ચાલો જાણીએ કે કઈ સેવાઓ બંધ થઈ જશે.15 માર્ચ બાદ યુઝર્સ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી તેમના એકાઉન્ટ, ફાસ્ટેગ અથવા વલેટને ટોપ અપ કરી શકશે નહીં. આ ઉપરાંત યુઝર્સ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કોઈપણ પ્રકારની ચુકવણી પ્રાપ્ત કરી શકશે નહીં.જો યુઝરને Paytm પેમેન્ટ્સ બેંક પર પગાર અથવા અન્ય કોઈ પૈસાનો લાભ મળી રહ્યો છે, તો તેને 15 માર્ચ બાદ આ લાભ નહીં મળે. આ ઉપરાંત પેટીએમ ફાસ્ટેગમાં બેલેન્સ અન્ય ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં. UPI અથવા IMPS દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાં કોઈ રૂપિયા ટ્રાન્સફર થશે નહીં.