/connect-gujarat/media/media_files/EL193OAKosvJf4CXs0Ir.jpg)
શેરબજારમાં આજે એટલે કે 5મી જૂને ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 72,600 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી પણ 150 પોઈન્ટ્સથી વધુની તેજી છે. તે 22,100ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
ગઈકાલે, 4 જૂને, લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, સેન્સેક્સ 4389 પોઈન્ટ (5.74%)ના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 1,379 પોઈન્ટ (5.93%) ઘટીને 21,884 ના સ્તર પર બંધ થયો હતો.સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઘટ્યા અને 5 શેરમાં તેજી રહી હતી. NTPC અને SBIના શેરમાં લગભગ 15%નો ઘટાડો થયો છે. એલટી, પાવર ગ્રીડના શેર 12% કરતા વધુ ડાઉન છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર લગભગ 5.74% વધ્યા હતા.