/connect-gujarat/media/post_banners/9734fa5e160cd58f3ac8596ed058818d9981b4e027488f6955a5165dcac65f1a.webp)
વૈશ્વિક બજારમાં મોટા કડાકા પછી રિકવરી જોવા મળી છે જેની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. સતત પાંચ દિવસના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆતથઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57555.9ની સામે 45.10 પોઈન્ટ ઘટીને 57510.8 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16972.15ની સામે 22.50 પોઈન્ટ વધીને 16994.65 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39051.5ની સામે 10.20 પોઈન્ટ વધીને 39061.7 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 90.13 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 57,465.77 પર અને નિફ્ટી 23.20 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 16,949 પર હતો. લગભગ 797 શેર વધ્યા, 987 શેર ઘટ્યા અને 113 શેર યથાવત.
હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ અને ઓએનજીસી નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે બીપીસીએલ, પાવર ગ્રીડ, ટાઇટન કંપની, બજાજ ઓટો અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ વધનારા સ્ટોક હતા.