Connect Gujarat
બિઝનેસ

હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની કરી જાહેરાત

હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની કરી જાહેરાત
X

રંગોના તહેવાર હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતમાં આ વધારો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, જે મહિનાના પહેલા એટલે કે આજે શુક્રવારથી અમલમાં આવ્યો છે.

સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 25.50 રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ સતત બીજો વધારો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. આ મહિને હોળીનો તહેવાર ઘટી રહ્યો છે ત્યારે સરકારી તેલ અને ગેસ કંપનીઓએ ભાવમાં આ વધારાની જાહેરાત કરી છે. રંગોનો તહેવાર હોળી દેશભરમાં 24-25 માર્ચે ઉજવવામાં આવશે.

Next Story