/connect-gujarat/media/post_banners/c72f77e36875dee395b48f5d68cbae5b856fdeb50d398ce07aecbe5d21a4a1f8.webp)
નવેમ્બર મહિનાની શરૂઆત આજથી થઈ ગઈ છે અને મહિનો બદલાય તેની સાથે અનેક વસ્તુઓમાં બદલાવ આવતા હોય છે ત્યારે મોંઘવારીમાં રાહત સમાન સમાચાર સામે આવી રહ્યા છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે,
કોમર્શિયલ સિલિન્ડરમાં જ આ રાહત આપવામાં આવી છે જેમાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 115.50 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી, 6 જુલાઇ બાદથી જ આ ભાવ સ્થિર છે. સરકારે જનતાને સીધી જ રાહત મળે તેવા સિલિન્ડર એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. દેશના મહાનગરોમાં અત્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ 1050 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે.