Connect Gujarat
બિઝનેસ

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, 39 રૂપિયા 50 પૈસા સુધીનો કરાયો ઘટાડો

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, 39 રૂપિયા 50 પૈસા સુધીનો કરાયો ઘટાડો
X

1 જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. 22 ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્ રખાયા છે.

એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી.

22મી ડિસેમ્બરથી એટલે કે આજથી દિલ્હીમાં ગ્રાહકોને 1757 રૂપિયામાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પહેલા તેને 1796.50 રૂપિયામાં આપવામાં આવી રહી હતી.

1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. કોલકાતાની વાત કરીએ તો, 19 કિલોનો સિલિન્ડર હવે 1868.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. 1 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1908 રૂપિયામાં આપવામાં આવી રહી હતી. હવે બિઝનેસ સિટી મુંબઈમાં આ જ સિલિન્ડર 1749 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. આજથી ચેન્નાઈમાં LPG સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું મળી રહ્યું છે અને 1929 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી ડિસેમ્બરે વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરના રોજ 19 કિલોનો એલપીજી સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો.

Next Story