વૈશ્વિક બજારમાં નબળા સંકેતો પગલે ભારતીય શેર બજારમાં સપાટ શરૂઆત થઈ છે. આજે બજારની નજર સવારે 10 વાગ્યા આવનાર આરબીઆઈ પોલિસી પર છે જેના લીધે ભારતીય સ્ટોક માર્કેટમાં શુષ્ક શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62626.36ની સામે 10.84 પોઈન્ટ ઘટીને 62615.52 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18642.75ની સામે 3.90 પોઈન્ટ ઘટીને 18638.85 પર ખુલ્યો હતો.
6 ડિસેમ્બરે પણ બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું અને તે મર્યાદિત શ્રેણીમાં આગળ વધતું જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 62626 બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 58 પોઈન્ટ ઘટીને 18643ના સ્તરે બંધ રહ્યો હતો. ગઈકાલના કારોબારમાં દિગ્ગજોની સાથે નાના-મધ્યમ શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.46 ટકા ઘટીને બંધ થયો હતો જ્યારે સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.16 ટકા ઘટીને બંધ થયો હતો.