Connect Gujarat
બિઝનેસ

સોનાના ભાવમાં સતત વધારો, 72,000 રૂ. પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો

સોનાના ભાવમાં સતત વધારો, 72,000 રૂ. પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો
X

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં પહેલીવાર સોનું 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોને કારણે માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

બુધવાર, 10 એપ્રિલ, 2024 ના રોજ, દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 160 રૂપિયા વધીને 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. મંગળવારે સોનું 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. ચાંદીની કિંમત રૂ. 200 વધીને રૂ. 84,700 પ્રતિ કિલોની નવી ઊંચી સપાટીએ પહોંચી છે. ઘણા નિષ્ણાતો આગામી દિવસોમાં ચાંદીના ભાવ રૂ.1 લાખ પ્રતિ કિલો સુધી પહોંચવાની આગાહી કરી રહ્યા છે.

Next Story