તહેવારોની સિઝનમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યુ,વાંચો કેટલા રૂપિયાની થઈ આવક

ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે અત્યાર સુધીમાં બીજું સૌથી મોટું કલેક્શન

તહેવારોની સિઝનમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યુ,વાંચો કેટલા રૂપિયાની થઈ આવક
New Update

ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે અત્યાર સુધીમાં બીજું સૌથી મોટું કલેક્શન છે.તહેવારોની સિઝનમાં આર્થિક પ્રવૃત્તિઓ વધતા જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે.આમ સરકારને તહેવારમાં મસમોટી આવક થઈ છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૃપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનમાં ૧૬.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૧.૬૮ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું.સપ્ટેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલકેશન ૧.૪૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સરકાર દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર, ૨૦૨૨માં કુલ જીએસટી કલેક્શન ૧,૫૧,૭૧૮ કરોડ રૃપિયા રહ્યું છે જેમાં સેન્ટ્રલ જીએસટી ૨૬,૦૩૯ કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૩૩,૩૯૬ કરોડ રૃપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૮૧,૭૭૮ કરોડ રૃપિયા અને સેસ ૧૦,૫૦૫ કરોડ રૃપિયા રહ્યું છે. ઇન્ટેગ્રેટેડ જીએસટીમાં ૩૭,૨૯૭ કરોડ રૃપિયા માલની આયાત પર વસૂલવામાં આવ્યા છે. સેસ માં રૃ. ૮૨૫ કરોડ રૃપિયા માલની આયાત પર વસૂલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા સળંગ આઠ મહિનાથી જીએસટી કલેકશન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. આ પૈકી બે મહિનામાં જીએસટી કલેકશન ૧.૫૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે.

#Gujarat #ConnectGujarat #breaking #GST collection #levels
Here are a few more articles:
Read the Next Article