/connect-gujarat/media/post_banners/30197e6cff1f74b95a3e2765be8d63f756b015219814a628f6e2f5e96befbc89.webp)
વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે અંતિમ દિવસ હતો. 3 દિવસમાં MOU અને કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેશ અને રાજ્યના ઉધોગપતિઓ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આ વર્ષની વાયબ્રન્ટ સમિટની વાત કરીએ તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે. રાજ્યમાં ૧૦મી વાયબ્રન્ટ સમિટમાં રૂ. ૨૬.૩૩ લાખ કરોડના એમઓયુ થયા છે. ૧૦મા વાયબ્રન્ટમા ૪૧,૨૯૯ એમઓયુ થયા છે. ૯૮,૫૪૦ પ્રોજેક્ટમાં કુલ ૪૫ લાખ કરોડથી વધુના એમઓયુ થયા છે. નોંધનિય છે કે, 2022મા કોરોનાને કારણે મુલત્વી રહેલી વાયબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં ₹18.87 લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. વાયબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં વર્ષ 2024મા 41, 299 પ્રોજેક્ટ્સમાં ₹26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે ₹45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી.