/connect-gujarat/media/post_banners/ac984649e250809a80b094d40597aa6db200c7f6b9de276f0690f37697381ff3.webp)
ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. નોકરી કરતા હોય છે તે લોકોને આખો દિવસ એસી ઓફિસમાં બેસવાનું હોય છે. જેના કારણે તેઓ ઘરે આવીને પણ એસીમાં બેસવાનું પસંદ કરે છે. ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસીની ઠંડી હવામાં રહેવાની આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
એર કન્ડિશનમાં વધારે કલાકો સુધી બેસવાથી માથાના દુખાવા સહિત ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં એસીનાં કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. સતત એસીમાં બેસવાથી આંખમાં ડ્રાઈનેસની સમસ્યા વધી જાય છે. સાથે જ આંખમાં ખંજવાળ અને ઇરિટેશન પણ થઈ શકે છે. સતત એસીમાં બેસવાથી વિઝન ધૂંધળું પણ થઈ જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માથાનો દુખાવો અથવા તો માઈગ્રેન થવાનું જોખમ વધી જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માઈગ્રેન ટ્રીગર થાય છે.