Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ, સેન્સેક્સ 61850 ને પાર,

ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ, સેન્સેક્સ 61850 ને પાર,
X

ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે અને તેની પાછળ વૈશ્વિક કારણો છે તો બેંક શેરમાં ઘટાડાને કારણે પણ મંદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે ત્યારે શુક્રવારે અમેરિકન બજાર ભારે નબળાઈ સાથે બંધ થયું છે. ડાઉમાં લગભગ 200 પોઈન્ટના ઘટાડાની અસર આજે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. આ કારણોસર આજે ભારતીય બજારની શરૂઆત પણ ધીમી પડી છે.

આજે BSE સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે એટલે કે 0.24 ટકાના ઘટાડા સાથે 61,579.78 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી માત્ર 2.3 પોઈન્ટ એટલે કે લગભગ ફ્લેટ ઘટીને 18,201.10 પર ખુલ્યો છે. લગભગ 1234 શેર વધ્યા, 1055 શેર ઘટ્યા અને 159 શેર યથાવત.

Next Story