નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 58962.12ની સામે 174.36 પોઈન્ટ વધીને 59136.48 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17303.95ની સામે 56.15 પોઈન્ટ વધીને 17360.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40269.05ની સામે 204.80 પોઈન્ટ વધીને 40473.85 પર ખુલ્યો હતો.
09:16 કલાકે, સેન્સેક્સ 230.41 પોઈન્ટ અથવા 0.39% વધીને 59,192.53 પર અને નિફ્ટી 68.80 પોઈન્ટ અથવા 0.40% વધીને 17,372.80 પર હતો. લગભગ 1217 શેર વધ્યા છે, 634 શેર ઘટ્યા છે અને 104 શેર યથાવત છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને એમએન્ડએમ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા જ્યારે અપોલો હોસ્પિટલ, બ્રિટાનિયા, એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર અને એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.