Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં મંદી, સેન્સેક્સ 400 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18400 આસપાસ ખુલ્યો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં મંદી, સેન્સેક્સ 400 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18400 આસપાસ ખુલ્યો
X

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં મંદીની ચાલ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારો શુક્રવારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા જેની અસર આજે ભારતીય સ્ટોક માર્કેટમાં જોવા મળી રહી છે.

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 62181.67ની સામે 411.11 પોઈન્ટ ઘટીને 61770.56 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18496.6ની સામે 94.45 પોઈન્ટ ઘટીને 18402.15 પર ખુલ્યો હતો.

શુક્રવાર પછી સોમવારના ટ્રેડિંગ સેશનમાં પણ આઈટી શેર ભારતીય બજારને નીચે લાવવા માટે નિમિત્ત બન્યા છે. ઈન્ફોસિસ 1.98 ટકા, TCS 1.53 ટકા અને વિપ્રો 1.22 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સમાં માત્ર ITC અને ડૉ. રેડ્ડીઝ લેબના શેર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Next Story