આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટી નજીવો ઉપર છે. ત્યારે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59605.8ની સામે 253.68 પોઈન્ટ વધીને 59859.48 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17511.25ની સામે 80.10 પોઈન્ટ વધીને 17591.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40001.55ની સામે 257.55 પોઈન્ટ વધીને 40259.1 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 202.74 પોઈન્ટ અથવા 0.34% વધીને 59,808.54 પર અને નિફ્ટી 64.10 પોઈન્ટ અથવા 0.37% વધીને 17,575.40 પર હતો. લગભગ 1330 શેર વધ્યા છે, 485 શેર ઘટ્યા છે અને 86 શેર યથાવત છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, બજાજ ફિનસર્વ અને બજાજ ઓટો નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, આઇશર મોટર્સ, એમએન્ડએમ અને એલએન્ડટી સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.