ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત, નિફ્ટી 17700 ઉપર ખુલ્યો, સેન્સેક્સમાં 100 પોઈન્ટની તેજી

New Update
શુક્રવારે બજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 185 અને નિફ્ટી 50 પોઈન્ટ ડાઉન.

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે, સપ્તાહના બીજા દિવસે મંગળવારે ઇક્વિટી બજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે 18 એપ્રિલે ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆતથઈ છે.

સેન્સેક્સ 99.64 પોઈન્ટ અથવા 0.17% વધીને 60,010.39 પર અને નિફ્ટી 26.20 પોઈન્ટ અથવા 0.15% વધીને 17,733 પર હતો. લગભગ 1298 શેર વધ્યા, 581 શેર ઘટ્યા અને 70 શેર યથાવત.

એચસીએલ ટેક્નોલોજી, અદાણી એન્ટરપ્રાઇઝ, એચડીએફસી લાઇફ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસીસ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે સિપ્લા, સન ફાર્મા, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ કોર્પ અને ઓએનજીસી સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.