ભારતીય શેરબજારની તેજી શરૂઆત, સેન્સેક્સ 62000 ને પાર, નિફ્ટી 18350 ની આસપાસ ખુલ્યો

New Update
ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત, સેન્સેક્સ 61800 નીચે ખુલ્યો

વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો વચ્ચે આજે એટલે કે 23 મેના રોજ ભારતીય શેરબજારની શરૂઆત પણ જોરદાર તેજી સાથે રહી છે. ભારતીય ઇન્ડેક્સ 23 મેના રોજ નિફ્ટી 18350 ની આસપાસ ખુલ્યો હતો.

સેન્સેક્સ 145.08 પોઈન્ટ અથવા 0.23% વધીને 62,108.76 પર અને નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.31% વધીને 18,371.80 પર હતો. લગભગ 1364 શેર વધ્યા, 651 શેર ઘટ્યા અને 92 શેર યથાવત.

અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, બ્રિટાનિયા અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અપોલો હોસ્પિટલ, કોલ ઇન્ડિયા, ડિવિસ લેબ્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ઓટો ટોપ લુઝર્સ હતા.